કાબુલમાં અમેરિકી સૈનિકની હત્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે શાંતિ વાર્તા રદ કરી દીધી છે. આની જાણકારી તેમણે ટ્વીટરના માધ્યમથી આપી છે.
ટ્રમ્પે ટ્વીટમાં લખ્યુ કાબુલમાં હુમલામાં અમારા એક મહાન સૈનિક અને 11 લોકોના મોત નીપજ્યા છે. હુ તત્કાલ પ્રભાવથી મીટિંગ રદ કરૂ છુ અને શાંતિ સમાધાનને પણ રદ કરૂ છુ.
ટ્રમ્પે કહ્યુ પોતાની સોદાબાજીની સ્થિતિને મજબૂત કરવા માટે કઈ રીતે લોકો આટલા લોકોને મારી શકે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ કહ્યુ તાલિબાને સ્થિતિને વધારે ખરાબ બનાવી દીધી છે. જો તે આ મહત્વપૂર્ણ શાંતિ વાર્તા દરમિયાન સીઝફાયર માટે સહમત થઈ શકતા ના હોય અને 12 નિર્દોષ લોકોને મારી શકતા હોય તો તેઓ એક સાર્થક સમાધાન પર વાતચીત કરવાની તેઓ તાકાત રાખતા નથી. હજુ કેટલા વર્ષો સુધી તેઓ લડવા આપણે તૈયાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યુ કે મોટા તાલિબાન નેતા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રવિવારે ગુપ્ત રીતે કેમ્પ ડેવિડમાં તેમને મળવા આવી રહ્યા હતા. આજે રાત્રે તેમને અમેરિકા આવવાનું હતુ. એ સ્પષ્ટ થઈ ગયુ કે દુર્ભાગ્યથી ખોટા લાભ ઉઠાવવા માટે તેમણે આવુ કર્યુ.