કોરોના સંક્રમણને કારણે પર્યટન સ્થળ પર બ્રેક લાગી જતા ડ્રગ્સનું વેચાણ કરનારાઓ માટે પણ ખરાબ દિવસો આવી ગયા છે. હવે તેઓ આજીવિકા માટે ડ્રગ્સ સપ્લાય કરવાની જગ્યાએ શાકભાજી અને માસ્કનું વેચાણ તેમજ વાહનોની સફાઇ જેવી અન્ય પ્રવૃત્તિઓનો આશરો લઈ રહ્યા છે. આજીવિકા માટે શાકભાજી-માસ્ક અને મજૂરીનો આશરો દરિયા કિનારે આવેલા પર્યટન સ્થળ ગોવામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે ડ્રગ્સનો ધંધો પણ ચાલે છે. પરંતુ લોકડાઉનને કારણે હવે ડ્રગ્સ જેવા તમામ ધંધાઓ બંધ થઈ ગયા છે. એક સમયે ડ્રગ્સ વેચનારા લોકો હવે આવકનાં અન્ય વિકલ્પ શોધી રહ્યા છે.
ઘણાંએ કાર વોશિંગ સેન્ટર્સ પર કામ શરૂ કર્યું છે તો ઘણાંએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. તેમજ કેટલાકે બાંધકામ સાઇટ્સ પર મજૂરી કામ શરૂ કર્યું હતું. માપુસા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડ્રગ ટ્રીટમેન્ટ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. રવિન્દ્ર પાટિલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, “ડ્રગ વેચનારા બે ભાઈઓએ હવે ફેસ માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું છે. અહીં ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોના સુધારણા અને પુનર્વસનનું કાર્ય કરવામાં આવે છે. લોકડાઉનને કારણે છેલ્લા 3 મહિના ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા છે. પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની હાલત કથળી ડોક્ટર પાટીલે કહ્યું કે, ‘લોકડાઉન દરમિયાન ના તો પૈસા મળ્યા અને ન તો દવાઓ મળી. પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકોનું કામ અટકી ગયું છે.