બુધવાર, 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. જે ગુરૂવાર, 2 એપ્રિલ રામ નવમી સુધી રહેશે. આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાની અને દેવી મંદિરમાં દર્શન કરવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાંથી બહાર જવું નહીં. દર્શન કરવા મંદિર જઇ શકો નહીં તો ઘરમાં જ દેવી પૂજા કરી શકો છો. અહીં જાણો ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં રહીને કયા-કયા શુભ કામ કરી શકાય છે. ચૈત્ર નવરાત્રિની એકમ તિથિએ દેવી દુર્ગા પ્રકટ થઇ હતી. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. એકમ તિથિએ ગુડી પડવો પણ ઉજવાય છે.
રોજ સવારે ઉઠતાં જ સૌથી પહેલાં હાથના દર્શન કરવા જોઇએ. જેને કરદર્શન કહેવામાં આવે છે. આ દરમિયાન कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती। करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम्॥ મંત્ર બોલવો. આ મંત્રથી દિવસની શરૂઆત શુભ થાય છે. નાહતી સમયે આ સ્નાન મંત્રનો જાપ કરવો. गंगे च यमुने चैव गोदावरी सरस्वती। नर्मदे सिंधु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु।। આ મંત્રના જાપથી ઘરમાં જ તીર્થ સ્નાનનું પુણ્યફળ મળે છે. સ્નાન બાદ સૂર્યને જળ ચઢાવો અને ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરો. સૂર્યને જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઇએ. ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરતાં પહેલાં ગણેશ પૂજા કરવી જોઇએ. ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે. માટે દરેક શુભ કામની શરૂઆત તેમની પૂજાથી જ કરવી જોઇએ. ચૈત્ર નવરાત્રિમાં રોજ દેવી પૂજા બાદ ઘરની આસપાસ જ કોઇ ગરીબ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરો. સંભવ હોય તો વસ્ત્રનું દાન પણ કરો નાની કન્યાઓને મીઠાઈ ખવડાવો. નોમ એટલે 2 એપ્રિલે ઘરની આસપાસ નાની કન્યાઓની પૂજા કરો. કન્યાઓને ઘરે બોલાવો અને ભોજન કરાવો. ભોજન બાદ કન્યાઓને દક્ષિણા આપો, વસ્ત્ર આપો, નાની કન્યાઓને દેવી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે નવરાત્રિમાં તેમની પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે.