પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના ભોઇગુડામાં લાગેલી કમનસીબ આગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી મૃતકના નજીકના સંબંધીઓને પ્રત્યેકને રૂ. 2 લાખની એક્સ–ગ્રેશિયા પણ મંજૂર કર્યા છે, જે આપવામાં આવશે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“હૈદરાબાદના ભોઇગુડામાં લાગેલી કમનસીબ આગને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છે. PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ–ગ્રેશિયા મૃતકોના: નજીકના સંબંધીઓને આપવામાં આવશે. PM @narendramodi”