કેરળમાં એક સ્થાનિક ફુટબોલ મેચ દરમ્યાન મોટો અક્સમાત થઈ ગયો હતો. જ્યારે મેદાનમાં બનેલી હંગામી પ્રેક્ષક ગેલેરી ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 15ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. લગભગ 15 લોકોને ગંભીર હાલતમાં મંજરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
#WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV
— ANI (@ANI) March 20, 2022
કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના વંદૂરની પાસે અચાનક ફુટબોલ સ્ટેડિયમની ગેલરી પડી ગઈ હતી. તેમાં લગભગ 200 લોકો ઘાયલ થઈ ગયા છે અને 5 જણાં ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાય છે. તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે, જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મેચ જોવા માટે ગેલેરીમાં 2 હજારથી વધારે લોકો બેઠા હતા. રાતના 9 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઈ હતી.