રાજધાની દિલ્હી અને NCRના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુંભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદૂકુશ પર્વત જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.4ની નોંધવામાં આવી છે. જો કે, હાલ ભૂકંપથી કોઇ જાનહાનિના સમાચાર નથી.
આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. અમેરિકન એજન્સી EMSC તરફથી ભૂકંપની તીવ્રતા 5.8 રિક્ટર સ્કેલ જણાવવામાં આવી રહી છે.