દિલ્હી-NCRમાં એક વખત ફરીથી ભૂકંપના આંચકા આવ્યા છે. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દક્ષિણ-પૂર્વ નોઈડામાં હતું. ભૂકંપના આંચકા અનુભવાતા અનેક લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ આંચકા રાત્રે 10:42 મિનિટ પણ અનુભવાયા છે.
સતત ભૂકંપના આંચકા આવવાના કારણે અહીના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અગાઉ 29-મેના રોજ દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ સમયે ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક હતું. એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની માપવામાં આવી હતી.