નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) 10 જૂન, બુધવારે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓ પાસેથી રૂ. 1,350 કરોડના કિંમતના 2,300 કિલોથી વધુ કટ ડાયમંડ અને મોતી હોંગકોંગથી લઈને આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં ઉતરનારી 108 કમાઇમેન્ટ્સમાંથી 32 વિદેશી કંપનીઓની છે, જે નીરવ મોદી દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી, જ્યારે બાકીના મેહુલ ચોક્સીની કંપનીઓની છે. મુંબઈની પી.એન.બી. શાખામાં બે અબજ યુએસ ડોલરની કથિત બેંક છેતરપિંડી મામલે ઇડી બંને ઉદ્યોગપતિઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસ કરી રહી છે.
એજન્સીએ કહ્યું કે આ કિંમતી ચીજોમાં પોલિશ્ડ હીરા, મોતી અને ચાંદીના ઝવેરાત શામેલ છે અને તેની કિંમત 1,350 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે ઇડીએ આ કિંમતી ચીજવસ્તુઓને પરત લાવવા માટે હોંગકોંગના અધિકારીઓ સાથે “તમામ કાનૂની ઔપચારિકતાઓ” પૂર્ણ કરી છે. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, હવે આ માલ પીએમએલએ હેઠળ ઔપચારિક રીતે જપ્ત કરવામાં આવશે.