ED Raids : કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ગુરુવારે AIADMK નેતા અને તમિલનાડુના પૂર્વ મંત્રી સી. વિજયભાસ્કરના ઘર પર દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીએ મની લોન્ડરિંગ સંબંધિત બે કેસમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
વિજયભાસ્કર એઆઈએડીએમકે સરકારમાં આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને તમિલનાડુના પુડુકોટ્ટાઈથી પક્ષના ટોચના નેતા છે. વર્ષ 2022માં તમિલનાડુની વિજિલન્સ ટીમે અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજયભાસ્કરની તપાસ કરી હતી. વિજિલન્સ તપાસના આધારે EDએ AIADMK નેતા વિરુદ્ધ દરોડા પાડ્યા હતા. આ પહેલા વર્ષ 2022માં પણ વિજયભાસ્કર વિરુદ્ધ ગુટખા કૌભાંડમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ED દ્વારા જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં રિયલ એસ્ટેટ ગ્રુપ GSquareના ચેન્નાઈના સ્થળોનો પણ સમાવેશ થાય છે.
EDએ ગુરુવારે ઝારખંડમાં પણ દરોડા પાડ્યા હતા. EDએ ઝારખંડ કોંગ્રેસના નેતા લાલ મોહિત શાહદેવ અને ઝારખંડ પોલીસની મહિલા સબ ઈન્સ્પેક્ટરના ઘર પર દરોડા પાડ્યા હતા. બંનેના રહેઠાણ રાંચના ટુપુડાના વિસ્તારમાં છે. ઝારખંડના જમીન કૌભાંડની તપાસમાં EDને આ બંને વિરુદ્ધ પુરાવા મળ્યા હોવાના અહેવાલ છે.