સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્યોરિટી એજ્યુકેશનએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી 2021ની એક્ઝામ પેટર્નમાં ફેરફાર કરીને ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વિશે બોર્ડે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, ટીચિંગમાં આવનારા કેન્ડિડેટ્સની ક્વોલિટી વધારવા માટે CTET- 2021ને હવે ઓનલાઈન મોડમાં ડિસેમ્બર 2021/જાન્યુઆરી 2022માં લેવામાં આવશે. CBSEનું કહેવું છે કે, ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવાથી ભવિષ્યના કેન્ડિડેટ્સને કમ્પ્યુટર શીખવા અને તેનો અભ્યાસ કરવાની પ્રેરણા મળવાની શક્યતા છે. આ સાથે જ પ્રશ્નપત્ર અને OMR શીટના પ્રિન્ટિંગને લીધે થતો કાગળનો વ્યય પણ રોકી શકાશે.CBSEએ સિલેબસમાં પણ ફેરફાર કર્યા છે. આ વખતે ફેક્ચ્યુઅલ નોલેજને બદલે ક્રિટિકલ થિન્કિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, રીઝનિંગ, કોન્સેપ્ટની સમજ અને એપ્લિકેશનનું નોલેજ ચકાસવામાં આવશે. જાહેર કરેલી નોટિફિકેશનમાં બોર્ડે કહ્યું કે, સેમ્પલ બ્લૂપ્રિન્ટ્સ અને પ્રશ્નપત્રની સાથે એક ડિટેલ્ડ અસેસમેન્ટ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવશે, જેથી ઈચ્છુક કેન્ડિડેટ્સ પરીક્ષાની તૈયારી કરી શકે.
Thursday, May 2