દેશની સૌથી મોટી ઓટો ઇવેન્ટ ઓટો એક્સ્પો 2020 ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાંમાં શરૂ થશે. એક્સ્પોનો ‘ધ મોટર શૉ’ 7થી 12 ફેબ્રુઆરીએ ગ્રેટર નોઈડામાં યોજાશે જ્યારે ‘કમ્પોનન્ટસ શૉ’ 6થી 9 ફેબ્રુઆરીએ પ્રગતિ મેદાનમાં યોજાશે. આ શૉમાં દુનિયાભરની તમામ ઓટો કંપનીઓ સામેલ થશે. આ વર્ષે ચીનની કંપનીઓએ 20% એરિયા કવર કર્યો છે. ચીનમાં કોરોના વાઇરસ ફેલાયો છે તેનો પ્રભાવ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. આ વાઇરસની અસર ઓટો એક્સ્પો 2020 પર પડી શકે છે.