Eid 2025 ભારતમાં ઈદનો ચાંદ દેખાયો, આવતીકાલે ધામધૂમથી ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી
Eid 2025 ઈદ-ઉલ-ફિત્ર 2025: દેશભરમાં ઈદની ઉજવણી માટે આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મુસ્લિમ સમુદાયના લોકો ખાસ તૈયારીઓ કરી રહ્યા છે.
સોમવાર, 31 માર્ચ 2025ના રોજ દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનું ભવ્ય ઉજવણી થશે. લખનૌમાં ઈદનો ચાંદ દેખાયા બાદ, મરકઝી ચાંદ કમિટીના પ્રમુખ ખાલિદ રશીદ ફરંગીએ ઈદની તારીખની પુષ્ટિ કરી છે.
ઈદ નજીક આવતા બજારોમાં ભારે રશ જોવા મળ્યો, જ્યાં લોકો નવા કપડાં, જૂતાં અને મીઠાઈઓ ખરીદતા જોવા મળ્યા. વેપારીઓ માટે પણ આ તહેવાર ખુશીનો સંદેશો લાવતો હોય છે.
રમઝાનના અંતિમ દિવસોને ધ્યાનમાં રાખીને, પોલીસ અને વહીવટીતંત્રે સુરક્ષાની વ્યવસ્થા કડક કરી છે, જેથી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે.