code of conduct: ચૂંટણી પંચ (ECI) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. 543 લોકસભા સીટોની સાથે 26 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ (ECI) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. 543 લોકસભા સીટોની સાથે 26 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. 22 રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણીનો પ્રસ્તાવ છે. જ્યારે, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.