લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 તબક્કાઓમાં લોકસભાની ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે 543 બેઠક પર મતદાન યોજાશે. જોકે ગુજરાતની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ઊંઝા, તાલાલા, માણાવદર અને ધાંગધ્રા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
- 11 એપ્રિલે પ્રથમ તબક્કાનુ મતદાન યોજાશે
- 18 એપ્રિલે બીજા તક્કાનુ મતદાન યોજાશે
- 23 એપ્રિલે ત્રીજા તબક્કાનુ મતદાન યોજાશે
- 29 એપ્રિલે ચોથા તબક્કાનુ મતદાન યોજાશે
- 6 મે એ પાંચમાં તબક્કાનુ મતદાન યોજાશે
- 12 મે છઠ્ઠા તબક્કાનુ મતદાન યોજાશે
- 19 મે એપ્રિલે સાતમ તબક્કાનુ મતદાન યોજાશે
- 4 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર
દેશના પ્રધાનમંત્રી ચૂંટવા માટે મતદાનની તારીખ જાહેર કરવામાં આવી છે. 2019માં જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તે ચૂંટણીનું આજે એલાન થયું છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી સાથે 4 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં પણ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.7 તબક્કામાં યોજાશે લોકસભા 2019ની ચૂંટણી
- – આધ્રપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન
– અરુણાચલ એક જ તબક્કામાં મતદાન
– ગોવા એક જ તબક્કામાં મતદાન
– ગુજરાત એક જ તબક્કામાં મતદાન
– કર્ણાટક, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરામાં બે તબક્કામાં મતદાન
– આસમા, છત્તિસગઢમાં ત્રણ તબક્કામાં મતદાન
– ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સામાં ચાર તબક્કામાં મતદાન
– જમ્મૂ કશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન યોજાશે
– બિહાર, યુપી, પશ્મિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન યોજાશે