ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં આજે 17 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે આ બેઠકો પર શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લગભગ ચાલીસ હજાર જેટલા ચૂંટણી કર્મચારીઓ તૈનાત કરાયા છે
બરકટ્ઠા, રામગઢ, રાંચી, હટિયા અને કાંકે વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું. અહીં સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. બાકીની 12 બેઠકો માટે બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાન કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં 56,18,267 મતદારોમાં 32 મહિલાઓ સહિત કુલ 309 ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય લેવામા આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, એનઆરસી અને રામ મંદિર જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં રસ્તા, વીજળી, રોજગાર જેવા સ્થાનિક મુદ્દાઓ પર પ્રભુત્વ છે.