Electoral Bonds:
સ્ટેટ બેંકના ચેરમેને ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ગુરુવારે (21 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.
સ્ટેટ બેંકના ચેરમેને ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ગુરુવારે (21 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું છે. ખરીદેલા અને રોકડ કરાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને પૂરી પાડવામાં આવી છે.
એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ બોન્ડના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે SBIને એફિડેવિટ દાખલ કરવા માટે 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
એફિડેવિટ અનુસાર, SBIએ આ માહિતી ECને આપી હતી
- બોન્ડ ખરીદનારનું નામ
- બોન્ડ નંબર અને રકમ
- બોન્ડ કેશ કરનાર પક્ષનું નામ
- રાજકીય પક્ષના બેંક ખાતાના છેલ્લા 4 નંબર
- રોકડ બોન્ડ નંબર અને રકમ