દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અરિહાલ વિસ્તારમાં ગુરુવારે સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
અગાઉ, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ અંગે જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.