જુલાઈમાં લગભગ 10 લાખ થી વધુ બન્યા ઇપીએફના સભ્ય. રોજગાર અને નોકરી એ દેશમાં એક મોટો મુદ્દો છે. કેટલીકવાર તેમાં સુધારો થાય છે અને કોઈવાર ઘટાડો થવાની સંભાવના રહે છે. પરંતુ સારા સમાચાર એ છે કે જુલાઇમાં છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ નવી નોકરીઓ ઉત્પન્ન થઇ. આ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના ઈપીએફઓના પેરોલ ડેટા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જુલાઈમાં અત્યાર સુધીમાં 9.58 લાખ નવી નોકરીઓ ઉત્પન્ન થઇ છે. જો કે, રિપોર્ટ મુજબ જુલાઈના આંકડા મેળવ્યા પછી સપ્ટેમ્બર 2017 થી અત્યાર સુધી કુલ 61.81 લાખ નવા લોકો ઇપીએફઓ સાથે જોડાયા છે. નવા લોકો કે જેઓ સંકળાયેલા છે તે ઘણા જુદા જુદા ક્ષેત્રોના કર્મચારીઓ છે. આમાં પેન્શન, પીએફ અને વીમા વગેરેનો સમાવેશ થાય છે. ઇપીએફઓ અનુસાર જુલાઈમાં કુલ 9,51,423 નવા કર્મચારીઓ જોડાયેલા છે. ઇપીએફઓના પેરોલ ડેટા મુજબ, 61,81,943 નવી નોકરી સપ્ટેમ્બર 2017 થી જુલાઈ 2018 દરમિયાન ઉત્પન્ન થઇ છે. આમાં જુલાઈમાં 18 થી 21 વર્ષનાં યુવા કામદારોની સંખ્યા 2,68,021 રહી હતી. જ્યારે 22 થી 25 વર્ષનાં કામદારોની સંખ્યા 2,54,827 રહી છે. ઇપીએફઓએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે ડેટા જો કે અસ્થાયી હોવા છતાં, સતત અપડેટ કરવામાં આવે છે. એવા ઘણા કર્મચારીઓ હોઈ શકે છે, જેમનું યોગદાન ઇપીએફઓમાં વર્ષભરમાં ચાલુ રહેતું નથી. જેવું કે તમે જાણો છો તેમ ઇપીએફઓ સંગઠિત ક્ષેત્ર અને અર્ધ-સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના સામાજિક સુરક્ષા ફંડનું સંચાલન કરે છે. ઇપીએફઓ ત્રણ પ્રકારની સોશિયલ સિક્યોરિટી યોજના ચલાવે છે. પ્રોવિડન્ટ ફંડ યોજના 1951, કર્મચારીની ડિપોઝિટ લિંક્ડ સ્કીમ 1976 અને કર્મચારી પેન્શન યોજના 1995. આ જ નહીં ઇપીએફઓ લગભગ 6 કરોડથી પણ વધુ ખાતાઓનું સંચાલન કરે છે અને તેના મેનેજમેન્ટ ક્ષેત્રની કુલ રકમ 10 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.