કોઈ પણ નોકરી કરનાર વ્યક્તિ માટે પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીએફની રકમ ઘણી મહત્ત્વની હોય છે. આ રકમ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ઘણી મહત્ત્વની છે. તેમાં પૈસા તો જમા થાય છે સાથે પીએફ પર વ્યાજ પણ મળે છે. પરંતુ તમારી એક ભૂલના કારણે પીએફ પર સંકટ આવી શકે છે. એટલા માટે ખાતા ધારકોને આ પ્રકારની ભૂલથી બચી શકે તે માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સમય-સમય પર એલર્ટ આપે છે.
શું છે એલર્ટ
EPFOએ તેના એકાઉન્ટ હોલ્ડર્સને કોઈ પણ ખોટી કોલથી સતર્ક રહેવાની સલાહ આપી છે. EPFOએ એલર્ટમાં કહ્યું છે કે, EPFO ક્યારે પણ ફોન કોલ પર ખાતાધારકોને યુએએન નંબર, આધાર નંબર, પાન નંબર અથવા બેન્કની ડિટેલ નથી માગતા અને EPFO એકાઉન્ટ હોલ્ડરને ફોન કોલ પણ નથી કરતા. એવામાં EPFOના નામથી આવનારા ફોન કોલ પર હંમેશાં સાવધાન રહો. તેની સાથે EPFOને ફેક વેબસાઈટથી બચવાની પણ સલાહ આપી છે. EPFO તેની આધિકારીક વેબસાઈટ https://www.epfindia.gov.in/site_en/index.php છે.
જો વાત ન માની તો શું થશે?
જો તમે EPFOની આ સલાહને ઈગ્નોર કર્યો તો તમારે ભારે કિંમત ચૂકવવી પડશે. તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. એવામાં તમારી વર્ષોની બચાવેલી પીએફની રકમ પર સંકટ આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફ્રોડના કેસો વધી રહ્યા છે. તાજેતરમાં જ પેટીએમના ગ્રાહકો સાથે ફ્રોડ પણ વધ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં વિજય શેખર શર્માએ ટ્વિટ કરીને કહ્યું કે, તમને વિનંતી છે કે એવા કોઈ SMS પર વિશ્વાસ ન કરો, જેમાં તમારા પેટીએમ એકાઉન્ટ બંધ કરવાની વાત લખી હોય.