હવેથી તમને પ્રોવિડન્ટ ફંડ પર વધારે વ્યાજ મળશે. EPFOની આજે મળેલી મીટીંગમાં પીએફ પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 2018-2019 માટે પીએફ પર વ્યાજના દર 8.55 ટકાથી વધારીને 8.65 કરવામાં આવી છે. EPFOએ નાણાકીય વર્ષ 2016 પછી પહેલી વાર પીએફના વ્યાજ દરમાં વધારો કર્યો છે. EPFOની મીટીંગમાં મિનિમમ પેન્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
માહિતી પ્રમાણે આ વ્યાજ દર કરન્ટ વર્ષ માટે છે. પીએફ રૂપિયા તરીકે રોકાણ કર્યું છે તેમાં વધારો મળશે. મોટો નિર્ણય છે. હાલ પીએપ માટે 125 કરોડ રૂપિયા સરપ્લસ છે. આઈએનએસ સંકટની અસર પીએફ પર પડી નથી. પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે.
પેન્શનની રકમમાં એક હજારથી વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે પરંતુ પેન્શન કેટલી વધારવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નહીં. આ અંગે ટૂંક સમયમાં લેવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સને મેડીકલ બેનિફીટ આપવા માટે પણ નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો હતો.