રોજીંદા જીવનમાં આપણે દાખલા જોતા હોઈએ કે બ્રેક અપ બાદ લોકો નજીક નથી આવતા. પરંતુ હાલમાં જ એક અજીબ ઘટનાં બની છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં. ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન અને બોલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ એકબીજાની નજીક આવી રહ્યાં છે. ‘હાઉસફુલ 2’ના શૂટિંગ દરમિયાન સાજિદ ખાન અને જેક્લીન એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2012માં બંને એકબીજાને ડેટ કરતા હતા એવી પણ ખબરો વહેતી થઈ હતી. જો કે આ સંબંધ લાંબો ન ટક્યો અને 2013માં બંનેએ પોતપોતાનો રસ્તો પકડી લીધો હતો.
બ્રેક અપ બાદ બંને ન તો ક્યારેય સાથે દેખાયા, ન તો ક્યારેય બંનેમાંથી એક પણ વ્યક્તિએ નિવેદન આપ્યું. આ છ વર્ષમાં બંનેની એકબીજા સાથે મુલાકાત પણ ન થઈ. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ છે. એટલું જ નહીં સાજિદ ખાન તાજેતરમાં જ શૂટિંગ દરમિયાન જેક્લીનને મળવા માટે પહોંચ્યા હતા.