વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચેલા પ્રોઢને ફેસબુક પર એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમજાળમાં એવા ફસાયા કે થોડાક જ દિવસમાં તેમની આ સામાન્ય વાતચીત અશ્લીલ ચેટ અને ત્યારબાદ વીડિયો સુધી પહોંચી ગઈ. બધુ એટલું ફટાફટ બન્યું કે 13 દિવસના પ્રેમમાં ગાંડા થયેલા ખેડૂતે યુવતીએ આપેલા 3 જુદા જુદા બેંક ખાતામાં 30 લાખ રુપિયા જમા કરાવી દીધા પરંતુ રુપિયા જમા થયા બાદ યુવતી ફેસબુક પરથી જ ગાયબ થઈ ગઈ. પ્રોઢને પોતે છેતરાયા હોવાનો ભાસ થયો અને પ્રેમનો નશો ઉતરી ગયો. તેમણે પોલીસના સાઈબર સેલમાં જઈને ફરિયાદ નોંધાવી. જે બાદ હવે સાઈબર સેલ આ કેસની તપાસ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાની આ ઘટના છે.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મહાવીરસિંહના જણાવ્યા મુજબ આ જિલ્લાના એક ગામમાં રહેતા પ્રોઢ ખેડૂતને 24 મેના રોજ ફેસબુક પર એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. 25મેના રોજ યુવકે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. પછી ધીરે ધીરે યુવતીએ પ્રૌઢને પ્રેમજાળમાં ફસાવ્યા અને 30 લાખ રુપિયાની ઠગાઈ કરી લીધી. પ્રેમમાં ભાન ભૂલી પ્રૌઢે 11 દિવસ સુધી યુવતીએ જે બેંક એકાઉન્ટ આપ્યા તેમાં રુપિયા જમા કરતા રહ્યા. ક્યારેક ઇન્કમ ટેક્સ તો ક્યારેક એક્સાઇઝ વિભાગના નામે તેમની પાસેથી 15 લાખ રુપિયા યુવતીએ પડાવી લીધા પછી. ગિફ્ટ આપવાની લાલચમાં બીજા 15 લાખની માગણી કરી જે આ પ્રૌઢે પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના લઈને આપેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા. બસ પછી શું યુવતીનું કામ થઈ ગયું અને તેણે આ પ્રેમીને હંમેશા માટે બાય-બાય કહી દીધું.