નવી દિલ્હી : ઘણીવાર લોકો વિચારે છે કે રેલ્વે વૃદ્ધો, મહિલાઓ અને અપંગ જેવા વિશિષ્ટ વર્ગોને જ ટિકિટો પર છૂટ (ડિસ્કાઉન્ટ) આપે છે, પરંતુ એવું નથી. રેલવે દ્વારા 53 વર્ગીકરણને ટિકિટમાંથી મુક્તિ આપવામાં આવે છે, જેમાં ખેડૂતો અને મજૂરોનો પણ સમાવેશ થાય છે. રેલવે ખેડૂતોને ટ્રેનની ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપે છે. આ નિયમો વિશે વધુ જાણો …
કેટલા ટકા મળે છે છૂટ – રેલવે ખેડૂતો અને મજૂરોને ટિકિટ પર 25 થી 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આ ડિસ્કાઉન્ટ બીજા વર્ગ અને સ્લીપર ક્લાસની ટિકિટ પર ઉપલબ્ધ છે.
ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે છે – જો તમે ખેડૂત અને ઔદ્યોગિક કાર્યકર છો અને કોઈપણ કૃષિ અથવા ઔદ્યોગિક પ્રદર્શનમાં જાઓ છો, તો તમને ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ બીજા વર્ગ અને સ્લીપર વર્ગ ભાડે ઉપલબ્ધ છે.
જો કોઈ ખેડૂત સરકાર દ્વારા પ્રાયોજિત સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરે છે, તો તેને 33 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
જો ખેડૂતો અને દૂધ ઉત્પાદકો રાષ્ટ્રીય સ્તર પર ઇન્સ્ટિટ્યૂટમાં શીખવા, ખેતી અને ડેરી અંગે સારી માહિતી મેળવવા માટે જાય છે, આ દરમિયાન તે ટ્રેન મારફતે મુસાફરી કરે છે તો તેને ટ્રેન મુસાફરીમાં 50 ટકા છૂટ આપવામાં આવે છે.
જો તમે ભારત કૃષિ સમાજ અને સર્વોદય સમાજ, વર્ધા સાથે સંકળાયેલા છો, તો પછી વાર્ષિક સંમેલનમાં જવા માટે તમને 50 ટકા સુધીનું ડીકાઉન્ટ મળે છે.
ઉલ્લેખનીય છે કે, રેલવેમાં મુસાફરી માટે અલગ અલગ 53 વર્ગીકરણમાં લોકોને અલગ – અલગ ટકાવારીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એ રીતે ખેડૂતો અને મજૂરોને પણ અલગ – અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને કે મજૂરોમાં આ અંગે ખુબ ઓછી જાણકારી જોવા મળે છે. ત્યારે તેમના માટે આ રિપોર્ટ મદદરૂપ થઇ શકે છે અને જ્યારે તેઓ એક્ઝિબિશન જાય ત્યારે રેલવે દ્વારા આપવામાં આવતા આ વિશેષ લાભનો ફાયદો ઉઠાવી શકે છે. જેથી એક્ઝિબિશન સ્થળે જવું અને ત્યાંથી પરત ફરવામાં થતા ટિકિટના ભાડામાં તેમને રાહત મળી રહે.