લંબોર્ગિનીનું નામ આવતાની સાથે જ મગજમાં સ્પીડ અને સ્ટાઈલનો વિચાર આવે છે. આ કાર સ્ટાઈલ અને સ્પીડનું શાનદાર ઉદાહરણ છે. આ કાર ચલાવવા અને તેમાં બેસવાનું સપનું દરેક વ્યક્તિ જોવે છે. કારના શોખીનોની તો ઈચ્છા હોય જ છે કે આ કાર તેમની થઈ જાય. આવું જ સપનું એક બાળકે જોયું અને તેને પૂર્ણ તેના પિતાએ કર્યું.
આ ઘટના અમેરિકાની છે. અમેરિકાના કોલોરાડોમાં રહેલા સ્ટર્લિંગ બૈક્સનો દીકરો એક દિવસ વીડિયો ગેમ રમતો હતો અને તેણે લૈંબોર્ગિની કારનું મોડલ જોયું. તેણે તેના પિતાને કહ્યું કે શું તેના માટે આવી કાર બનાવી દેશે… સ્ટર્લિંગ તેના દીકરાના પ્રશ્નથી પ્રભાવિત થયો. તે 5 કરોડની કાર ખરીદી શકે તેમ ન હતો પરંતુ તેણે વિચાર કર્યો કે તેના દીકરાની ઈચ્છા પૂરી કરવા તે આ કાર જાતે બનાવશે.
સ્ટર્લિંગ બૈક્સ કોલોરાડોના કેએમલૈબ્સમાં ચીફ સાઈંટફિક ઓફિસર છે. તેમણે 3ડી પ્રિંટરની મદદથી કારની કોપી તૈયાર કરી. આ નકલની લોકોએ સરાહના પણ કરી. તેના પરથી તેણે સ્ટીલની ચેસિસ તૈયાર કરી. તેમણે તેમાં 300થી પણ વધારે હોર્સપાવરની તાકાતવાળું કોર્વેટ એલએસ1 વી8 એંજીન ફીટ કર્યુ. ત્યારબાદ તેણે કારના પરફેક્ટ લુક માટે મેટેરિયલ પસંદ કરવાનું શરૂ કર્યું.
3ડી પ્રિંટરની મદદથી માત્ર પ્લાસ્ટિકથી જ વસ્તુ બની શકે છે. પ્લાસ્ટિક સાથે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે ગરમીમાં પીગળી શકે છે અને સ્ટીક જેટલું ટકાઉ તે હોતું નથી. સ્ટર્લિંગએ તેના માટે દરેક પાર્ટ પર કાર્બન ફાઈબરની લેયર ચઢાવી અને તેના પર પેંટિંગનું કામ કર્યું. પ્રિંટરનો ઉપયોગ કરી નાના નાના ટુકડા જ તૈયાર થયા હોવાથી તેમાં ઘણો સમય પસાર થઈ ગયો. કારના ફ્રંટ બ્રેકના ભાગને તૈયાર કરવામાં 52 કલાકનો સમય લાગ્યો. સ્ટર્લિંગએ કામ કરવા માટે યૂ ટ્યૂબની મદદ પણ લીધી. જો કે આ કાર હવે માત્ર શોપીસ નથી. તેમાં બેસી અને ફરી પણ શકાય છે.
સ્ટર્લિંગએ જે કાર તૈયાર કરી તેમાં 14.23 લાખનો ખર્ચ થયો છે. કાર વિશે જણાવતા સ્ટર્લિંગએ કહ્યું કે 5 કરોડની લિંબોર્ગિની તૈયાર કરવાનો ઉદ્દેશ એ છે કે તે શાળાના બાળકોને વિજ્ઞાન,ટેકનોલોજી,ઈંજીનિયરિંગ,આર્ટસની કળા દર્શાવી શકે જેથી વિદ્યાર્થીઓ પણ તેમાંથી પ્રેરણા લઈ શકે.