મોટર વ્હીકલ એક્ટના કારણે દંડની રકમ ઘણી વધી ગઈ છે. નિયમ તોડનારમા ડર બેસી ગયો છે. આગ્રામા એક વ્યક્તિએ દંડના ડરથી પોતાના સગીર પુત્રને રૂમમા બંધ કરી દીધો. કેસની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસે બાળકને મુક્ત કરાવ્યો.
16 વર્ષીય પુત્રને અપાવી બાઈક
એતમાદ્દોલા વિસ્તારમાં શાહદરામાં રહેતા ધર્મસિંહ મજુરી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. ધર્મસિંહનો મોટો દીકરો 16 વર્ષનો છે. તે ઘણા સમયથી બાઇક અપાવવા માટે જીદ કરતો હતો. ધર્મસિંહે તેમના પુત્રની વાત માનીને 12 ઓગસ્ટના રોજ ફાઇનાન્સ કરાવી મોટરસાયકલ અપાવી દીધી. પુત્ર પણ ખુશ થઈ ગયો અને ઘરનાં ઘણાં કામકાજ પણ સરળ થવા લાગ્યા.
દંડના ડરથી બાઇકની ચાવી લઇ લીધી
પરંતુ, ખુશી થોડા દિવસોની જ હતી, મોટર વ્હીકલ્સ એક્ટમાં સુધારા હેઠળ દંડની રકમ ઘણી વધી ગઈ જ્યારે ધર્મસિંહને દંડ અંગેની જાણ થઈ તો એમણે પુત્રને બોલાવી બાઇકની ચાવી પોતાની પાસે લઇ લીધી, કારણ કે, પુત્ર પાસે હેલ્મેટ નહોતું તથા ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું અને ઉપરથી તે સગીર વયનો હતો.
દીકરાને ઓરડામાં એક બોક્સમાં કર્યો બંધ
જ્યારે બે દિવસ સુધી બાઇકની ચાવી મળી ન હતી, તો પુત્ર પોતાની જીદ પર અડગ રહ્યો. ધર્મસિંહે ગત શુક્રવાર રાતે ઘર નજીક ગણેશ પંડાલ પાસેથી પુત્રને પકડીને પહેલા તેના પગ બાંધ્યા અને તેને રૂમમાં લાવી તેમા રાખેલા બોક્સમાં બંધ કરી દીધો હતો. મજુરના પુત્રએ જણાવ્યું કે મે મારા મિત્રોને ફોન પર રૂમમાં બંધ થયા હોવાની જાણકારી આપી. જે બાદ પોલીસને સમગ્ર બાબતની માહિતી આપી.
ઘટના પર પહોંચેલી પોલીસે બાળકોને મુક્ત કરાવ્યા. એસપી સિટી પ્રશાંત વર્મા સામે પિતા-પુત્રને રજૂ કરવામાં આવ્યા. તેમણે સગીરને બાઈક ન ચલાવવાની સલાહ આપી અને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવ્યુ.