પહેલી ગરમ રાત ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ ઓડિશા અને ઝારખંડમાં નોંધાઈ હતી, જ્યારે ગયા વર્ષે ૨૦૨૪માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૭ માર્ચે આ સ્થિતિ જોવા મળી હતી. દેશમાં તાપમાન ઝડપથી વધી રહૃાું છે, જેના કારણે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીની અસર દેખાવા લાગી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ શિયાળાના ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાર ગરમીનું મોજું આવ્યું. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના , ગોવા અને મહારાષ્ટ્રમાં આ વર્ષની પહેલી ગરમીનો અનુભવ થયો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહૃાા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે. ભારતમાં સૌથી વધુ તાપમાન ૧૬ માર્ચ ૨૦૨૫ના રોજ ઓડિશાના બૌધમાં ૪૩.૬ જીસેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ઝારસુગુડા અને બોલાંગીરમાં પણ અનુક્રમે ૪૨ અને ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન, ભારતના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ૧૧ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન, દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક દિવસ માટે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું હતું. નોંધનીય છે કે, ઓડિશા અને ઝારખંડમાં પહેલીવાર ૧૫ માર્ચ, ૨૦૨૫ના ગરમી પડશે, જ્યારે ૨૦૨૪માં તે અનુક્રમે ૫ એપ્રિલ અને ૨૯ મેના નોંધાઈ હતી.
ઓડિશા સહિત દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ૧૨ અને ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના ઓડિશામાં આ બે વાર બન્યું. આઈએમડી અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, ઉત્તરપલ્લમિ ભારતના બે સ્થળો, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ૫.૧ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા ભારતીય રાજ્યો સહિતના ઘણા પર્વતીય વિસ્તારો, જેમણે ભૂતકાળમાં ગરમીનો અનુભવ કર્યો નથી, ત્યાં પણ હવે ભારે તાપમાનની આવર્તન વધી રહી છે. કર્ણાટકમાં ૨૦૩૦ સુધીમાં ૨.૦ સેલ્સીયર્સ સુધી ગરમી પડવાનો અંદાજ છે, જેના કારણે આ પ્રદેશ ભારે ગરમી માટે વધુ સંવેદનશીલ બનશે, જેનાથી સંવેદનશીલ વસ્તી માટે વધુ જોખમ ઊભું થશે.