મેક્સિકોના દક્ષિણ-પશ્ચિમીમાં આવેલા ગુએરેરો રાજ્યમાં સુરક્ષા દળો અને સશસ્ત્ર નાગરિકો વચ્ચે અથડામણમાં 15 લોકોના મોત થયા છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસમાં દેશમાં આ બીજી સામૂહિક હત્યાની ઘટના બની છે. સ્ટેટ પબ્લિક સિક્યોરિટી ઓથોરિટીના પ્રવક્તા રોબર્ટો અલવારેજે હેરેદિયાએ ટવીટર આ જાણકારી આપી હતી. ગત સોમવારે અગુલિલ્લા શહેરમાં ડ્રગ્સ તસ્કરોના એક જૂથે 14 જેટલા પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી.
રોબર્ટોએ એક ટવીટ કર્યું હતું કે ” આજે 911 પર એક કોલ આવ્યો હતો. ફરિયાદમાં કોઈ શખ્સે એવી માહિતી આપી હતી કે ઈગુઆલાથી આશરે 5 કિમી અંતરે એક વ્યક્તિએ ગોળીબારી કરી છે. જ્યાં આ ઘટના બની હતી તે તેપોચિકા સમુદાય બહુમતિમાં રહે છે. ફોન પર ફરિયાદ મળતા જ ઘટના સ્થળ પર સુરક્ષાદળો મોકલવામાં આવ્યા હતા. અત્યારે આ ઘટનાની જાણકારી મળી શકી નથી.
અપરાધિઓ સામે સખત કાર્યવાહી થશેઃ ગવર્નર
અગાઉ પડોશી રાજ્ય મિચોઆકેન રાજ્યમાં એક દિવસ અગાઉ શંકાસ્પદ બંદુકધારીઓએ 13 પોલીસ કર્મચારીની હત્યા કરી હતી, જે અંગે ગવર્નર સિલવાનો ઓરિયોલેસ કોનેજોએ સખત કાર્યવાહીની વાત કરી છે.તેમણે જણાવ્યું હતું કે જ્યાં પોલીસ અધિકારી અને રાજ્યના સૈનિકોની હત્યાં થાય ત્યાં અપરાધિયો સાથે કોઈ જ દયા રાખવામાં આવશે નહીં.