પટનાથી લગભગ 80 કિમી દૂર મુઝફ્ફરપુર જિલ્લાના હથોડી પોલીસ સ્ટેશન વિસ્તારના ડકરામામાં આ મહિલાઓને પહેલા ડાકણ ગણાવવામાં આવી ત્યાર પછી તેના વાળ કાપવામાં આવ્યા અને મેલું પિવડાવવામાં આવ્યું. આ ત્રણેય મહિલાને ગામમાં પણ ફેરવવામાં આવી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી બનાવ સામે અવ્યો હતો. પોલીસે આ કેસમાં 9 લોકોની ધરપકડ કરી છે. ઘટના પછી ડરના કારણે મહિલાના પરીવારજનોએ ગામ છોડી દીધું. ગામમાં થોડા દિવસ પહેલા બે નવજાતના મોત થયા હતા.
આ માટે ગ્રામજનોએ આ મહિલાઓને જવાબદાર માની અને અમુક લોકોએ તેમને ડાકણ કહી ત્યાર પછી ગામમાં મહિલાઓને પાઠ ભણાવવાની વાતો થવા લાગી, ત્યાર બાદ ગ્રામજનોએ આયોજન બદ્ધ રીતે આ ત્રણેય મહિલાઓના ઘરમાં જઈને આ મહિલાઓને પકડી લીધી હતી. વારા ફરતી ત્રણેય મહિલાના વાળ કાપી નાખ્યા. એવી ધમકી પણ આપી કે પોલીસને કહેશો તો પરીણામ સારું નહીં આવે. આ પહેલા પણ તારીખ 25 એપ્રિલ, 26એપ્રિલ અને 2 મેં ના રોજ પણ આવોજ બનાવ સામે આવ્યો હોવા છતાં પણ હજુ પોલીસ ગંભીર બની નથી. આ પોલિસ ગંભીર નથી બની રહી તેનું શું કારણ હોય શકે ? શું સાચે આલોક માં ડાકણ હશે ? પોલિસ પણ ગભરાઈ રહી છે કર્યાવહી કરવા થી ? આવા ઘણા બધા સવાલો લોકો ના મન માં ઉઠી રહ્યા છે.