દક્ષિણ દિલ્હીમાં ચાર માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં બે બાળકોના મોત થયા. શાહીન બાગ વિસ્તારની આ ઘટના છે. શાહીન બાગમાં આવેલા અબુ ફૈઝલ એન્કેવમાં નીચે એક દુકાનમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ એટલી ભયંકર હતી કે તે જલ્દીથી અન્ય ભાગમાં પણ ફેલાઈ ગઈ હતી. જોકે ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સાથેના સ્ટાફે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કાર્યવાહી કરી હતી.