દેશ એ ક્ષણની રાહ જોઇ રહ્યો છે જ્યારે ચંદ્રયાન-2 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. રાત્રે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરશે. 7 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 1.38 વાગ્યે ચંદ્રયાન-2 ચંદ્ર ઉપર 35 કિમીની ઊંચાઈથી સપાટી પર જવાનું શરૂ કરશે. લગભગ 10 મિનિટ પછી 7.4 કિમીની ઊંચાઈથી આના પર બ્રેક લગાવવામાં આવશે. આ બ્રેક તેના એન્જિનને અલગ દિશામાં સ્ટાર્ટ કરશે. લગભગ 2 મિનિટ પછી 1.50 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીનું મેપિંગ શરૂ કરશે, ત્યારબાદ ઠીક બે મિનિટ પછી એટલે કે 1.52 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની સૌથી નજીકની તસવીર પૃથ્વી પર ઇસરો સેન્ટરને મોકલશે.
એટલે કે 5.29 મિનિટ પર પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. ત્યારબાદ 5.45 વાગ્યે પ્રજ્ઞાન રોવર પોતાના યાન એટલે કે વિક્રમ લેન્ડરની સેલ્ફી લઇને પૃથ્વી પર મોકલશે. 6 પૈડાવાળું પ્રજ્ઞાન તમામ ખૂબીઓથી સજ્જ છે. તેના 6 પૈડા ઉપર સોનાનાં રંગની ટ્રાલીનુમા બૉડી છે. આ બૉડીની સૌથી ઉપરનાં ભાગમાં સોલર પેનલ લાગેલું છે જે સૂર્યમાંથી ઊર્જા લઇને રોવરને સંચાલિત રાખશે. તો તેના બંને ભાગમાં એક-એક કેમેરો લાગેલો છે. આ બંને નેવિગેશન કેમેરા છે જે રોવરને રસ્તો જણાવશે.
તો વિક્રમ લેન્ડર પોતાના બૉક્સનુમા આકારનાં વચ્ચોવચથી ઠીક એ જ રીતે પ્રજ્ઞાનને બહાર ઉતારશે, જેવી રીતે કોઈ જહાજ લેન્ડ પછી પોતાની સીડીયો નીચે ઉતારીને સવારીઓનો સામાન ઉતારે છે. આ સીડીઓ નહીં, પરંતુ એક સમતલ આકારની પ્લેટ હશે. અહીંથી જેવું પ્રજ્ઞાન નીચે ઉતરશે, તેની સોલર પેનલ ખુલી જશે અને તે સંપૂર્ણ રીતે ચાર્જ થશે. અહીંથી તે ચંદ્રની સપાટી પર પગ રાખતા જ મિશન સાથે જોડાયેલા સંદેશ ધરતી પર મોકલશે.