ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝન સાથે વર્ક પ્લેસ પર પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં દશેરા અને દિવાળી સહિત અન્ય ઘણા એવા તહેવારો આવે છે જેના કારણે બેંકો બંધ રહેશે. આ મહિનામાં આવતા તહેવારોના કારણે કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલ કોઈ કામ પતાવવાનું હોય તો આટલી રજાઓને જોતાં કામ શક્ય એટલું વહેલાં નિપટાવી લો.
આ દિવસે બેંકો બંધ રહેશે :
- 2 ઓક્ટોબરે ગાંધી જયંતીને કારણે બેંકો બંધ રહેશે.
- 6 ઓક્ટોબરે રવિવારે બેંકો બંધ રહેશે.
- 7 ઓક્ટોબર સોમવારે રામ નવમીની બેંકોમાં રજા રહેશે.
- 8 ઓક્ટોબરે દશેરાના કારણે બેંકો બંધ રહેશે.
- 12 ઓક્ટોબરે મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
- 13 ઓક્ટોબરે બેંકોમાં રવિવારની રજા રહેશે.
- 20 ઓક્ટોબર રવિવારે બેંકો બંધ રહેશે.
- 26 ઓક્ટોબરના રોજ ચોથો શનિવાર હોવાને કારણે બેંકમાં રજા હશે.
- 27 ઓક્ટોબરે રવિવાર છે અને દિવાળી પણ આ જ દિવસે છે, જેના કારણે બેંકો બંધ રહેશે.
- 28 ઓક્ટોબરે બેસતું વર્ષ હોવાથી રજા રહેશે.
- 29 ઓક્ટોબરે ભાઈબીજના કારણે બેંકો બંધ રહેશે.