ખગોળશાસ્ત્રીઓ અને ખગોળીય ઘટનાઓના શોખીન લોકો માટે ઓક્ટોબર મહિનો ખાસ બની રહેશે. ઓક્ટોબર મહિનાની અંદર એક દુર્લભ ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. આ પહેલાં આ ઘટના બીજા વિશ્વયુદ્ધના સમયે એટલે કે 1944માં જોવા મળી હતી. આ ઘટના ચંદ્ર સાથે જોડાયેલી છે. આમ તો ચંદ્ર સુંદર જ હોય છે, પરંતુ આ દિવસે તેની સુંદરતા અનેક ગણી વઘી જશે. તેનું કારણ છે કે આ દિવસે ચંદ્ર વાદળી રંગનો થઇ જશે. વિજ્ઞાનની ભાષામાં તેને બ્લૂ મૂન તરીકે ઓળખવામાં આવે છે. 1944ના વર્ષ બાદ હવે પ્રથમ વખત બ્લૂ મૂનને દક્ષિણ અમેરિકા, ભારત, યુરોપ સહિત આખા વિશ્વમાં જોઇ શકાશે.
31 ઓક્ટોબરના દિવસે આ દુર્લભ અને અદ્ભુત નજારો જોઇ શકાશે. ખગોળશાસ્ત્રીએ જણાવ્યું કે ફૂલ મૂનની ઘટના 29 દિવસના અંતરે થાય છે. જ્યારે એક મહિનામાં 30 અથવા 31 દિવસ હોય છે. જેથી દર અઢી કે ત્રણ વર્ષે એક મહિનામાં બે વખત ફૂલ મૂનની ઘટના બને છે. આખી દુનિયામાં અલગ અલગ સમયે આ ઘટના બને છે. આ દિવસે ચંદ્રનો આકાર અને પ્રકાશ પણ વધારે હોય છે.ત્યારે બ્લૂ મૂનનો અર્થ એવો નથી કે ચંદ્ર સંપૂર્ણ રીતે વાદળી રંગનો થઇ જશે. બ્લૂ મૂન એ આખી ઘટનાનું નામ છે. જ્યારે એક મહિનાની અંદર બે વખત ફૂલ મૂન એટલે કે પૂનમનો યોગ બને છે, ત્યારે તે ઘટનાને બ્લૂ મૂન તરીક ઓળખવામાં આવે છે. 1 ઓક્ટોબરના રોજ પૂનમ હશે અને ત્યારબાદ 31 ઓક્ટોબરના રોજ પમ પૂર્મ ચંદ્ર જોઇ શકાશે. સામાન્ય રીતે એક વર્ષની અંદર 12 પૂનમ હોય છે જ્યારે આ વર્ષે 13 પૂનમ છે.