જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં પહેલીવાર કોઈ મહિલા અધિકારીને સીઆરપીએફની કમાન સોંપવામાં આવી છે. મહિલા આઈપીએસ અધિકારી ચારુ સિંહાને સીઆરપીએફના મહાનિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરનો આ વિસ્તાર આતંકનો સૌથી પ્રભાવિત વિસ્તાર છે.
ચારુ સિંહા તેલંગાણા કેડરના 1996 બેચના અધિકારી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ચારુ સિંહાને મુશ્કેલ કાર્ય સોંપવામાં આવ્યું છે, આ પહેલા તે બિહાર સેક્ટર સીઆરપીએફમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આઈજી તરીકે કામ કરી ચૂકી છે.
બિહારમાં ચારુ સિંહાના નેતૃત્વ હેઠળ નક્સલ વિરોધી અનેક કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેમની બદલી જમ્મુ કરવામાં આવી હતી, જ્યાં તેમણે સીઆરપીએફ આઇજી તરીકે ફરજ બજાવી હતી. હવે સોમવારે તેઓ શ્રીનગરના આઈજી તરીકે મુકાયા છે.
તમને જણાવી દઈએ કે શ્રીનગર સેક્ટરની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી ચારુ સિંહા પહેલા આ ક્ષેત્રમાં આઈજી કક્ષાએ કોઈ મહિલા અધિકારીની નિમણૂક આપવામાં આવી નથી. આ ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ છે. અહીં સીઆરપીએફે ભારતીય સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે કામ કરવું પડશે.
સીઆરપીએફના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના ત્રણ જિલ્લાઓ, બડગામ, ગાંદરબલ અને શ્રીનગર અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ સુધીના ઓપરેશનલ રાઇટ્સનો સમાવેશ થાય છે.