હાલ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રલિયા ટી 20 સિરીઝને લઇ ક્રિકેટ જબરજદસ્ત ફીવર જામ્યો છે. જેમાં બંને દિગ્ગજ ટીમો વચ્ચે ઇન્ડિયામાં મેચ રમાતી હોવાથી ક્રિકેટરસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને બીજા T20 25 સપ્ટેમ્બરે હૈદરાબાદના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં યોજાવા જઇ રહી છે. જેને લઇ ટિકિટ લેવા માટે ક્રિકેટપ્રેમીઓમાં પડાપડી જોવા મળી હતી તે વચ્ચે મારામારી ઘટના પણ પ્રકાશમાં આવી છે.
ટિકિટ લેવા માટે ભારે ધક્કામુક્કીનો માહોલ સર્જાતા બેકાબૂ બનેલી ભીડ પર પોલીસ દ્રારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યુ હતુ જેના લઇ નાસભાગના દશ્ય પણ સર્જાયા હતા જેમાં ટિકિટ લેવા માટે ક્રિકેટરસિયાઓ ભારે હોબાળો મચાવી ઉહાપોહ કરાતા પોલીસ દ્રારા ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યુ હતું.