હવામાન વિભાગ તરફથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે પ્રમાણે તા. 9મી સપ્ટેમ્બરના રોજ આખા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સિવાય પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ ખાસ સૂચના આપી છે.
ખાસ કરીને હવામાન વિભાગે અમદાવાદીઓ માટે થોડા અંશે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસોમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 3 દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહીના મતે 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. 11મી સપ્ટેમબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયો વરસાદ પડશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 12મી સપ્ટેમ્બરના રોજ કચ્છમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં મેઘરાજાએ પોતાની સિન્ચુરી નોંધાવી દીધી છે. રાજ્યભરમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજૂ ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,મહિસાગર, જામનગર,અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જગ્યાઓ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. રાજ્યમાં છેલ્લે છેલ્લે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં સરેરાશ સિઝનનો 109 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 115 ટકા, સૌરાષ્ટ્રમા 101 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમા 100 ટકા, ઉતર ગુજરાતમાં 85 ટકા અને કચ્છમા 132 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમા થયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં થયો છે.