ભારતમાં અનેક રળિયામણા સ્થળોએ દેશ અને વિદેશથી લાખો સહેલાણીઓની અવરજવર રહે છે. આવા સ્થળોમાં દેવભૂમિ ઉત્તરાખંડનું નામ સૌથી ઉપર છે. ઉત્તરાખંડમાં અનેક સ્થળો પ્રાકૃતિક રમણીયતા અને નયનરમ્ય સૌંદર્ય ધરાવે છે. અહીંની સુંદરતા પર્યટકોનું મન મોહી લે છે. પરંતુ ઉત્તરાખંડમાં એક ગામ એવું પણ છે જયાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. કોઇ વિદેશી આ ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો તેની સામે સુરક્ષાબળ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરે છે.
ઉત્તરાખંડના આ ગામનું નામ ચકરાતા છે.
ગામના બર્ફીલા પહાડો સહેલાણીઓને આકર્ષ છે. આ ગામમાં ભારતીય સેનાની છાવણી છે.
જેના કારણે અહીં સેનાના જવાનો સતત તૈનાત રહે છે. બ્રિટીશ શાસન સમયથી આ ગામમાં સેનાની છાવણી (ઇન્ફેન્ટ્રી બેઝ) છે.
પ્રદૂષણમુકત ગામ ચકરાતા શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતું છે. જો કે ઓછી જનસંખ્યા ધરાવતા આ ગામમાં રહેવા માટે ચારેક હોટલ છે.
ગામને જૌંસાર બાવરના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં જૌનસારી જાતિના લોકો નિવાસ કરે છે.