લખનૌઃ કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કાળા કેરથી સામાન્ય જનતા હોય કે આરોગ્યકર્મી અથવા પોલીસ કર્મચારી. કોઇ બચી શક્યું નથી. તેવામાં કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.
જણાવી દઇએ કે સંજય ગુપ્તાને લખનૌની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યાં હતા. કોરોનાની સારવાર દરમિયાન ગઇ કાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સંજય ગુપ્તા એક સમયે તત્કાલીન ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની નજીક મનાતા હતા અને તેમણે 2002માં આઇએએસ સર્વિસ છોડીને અદાણી ગ્રુપમાં જોડાયા હતા.સંજય ગુપ્તાએ પોતાની નીસા ગ્રુપ ઓફ કંપનીમાં 22 જેટલી નાની મોટી કંપની શરૂ કરી હતી,જેમાં કેમ્બવે રિસોર્ટ મુખ્ય હતી.
ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે ત્યારે આજે સોમવારે દેશમાં વધુ 1.31 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2812 લોકોના મોત નીપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,812 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1.31 લાખનો વધારો થયો છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે. દેશમાં સાજો થવાનો દર 82.6 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 2812 લોકોનાં મોત સાથે દેશમાં કુલ મોતની સંખ્યા 1,95,123 થઈ છે.