આજે એટલે કે, 3 સપ્ટેમ્બરનાં રોજ ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ઇસરો)ના વૈજ્ઞાનિકોએ વિક્રમ લેન્ડરને સવારે 8: 50 વાગ્યે ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. સોમવારે ચંદ્રયાન-2 થી અલગ થયા પછી, લગભગ 20 કલાક સુધી વિક્રમ લેંડર તેની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. પરંતુ, હવે આ ઓર્બિટરની વિરુદ્ધ દિશામાં જશે. તેને જ ડિઓર્બિટ કહેવામાં આવે છે. હવે વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર ઉતરતા પહેલા આશરે 2 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ ચક્કર લગાવશે છે.
ચંદ્રયાન 2 ત્રણ ભાગોથી મળીને બન્યું છે. પ્રથમ ભાગ ઓર્બિટર, બીજોભાગ- વિક્રમ લેન્ડર અને ત્રીજો ભાગ- પ્રજ્ઞાન રોવર. વિક્રમ લેન્ડરની અંદર પ્રજ્ઞાન રોવર છે. જે સોફ્ટ લેન્ડિગ બાદ જ બહાર નીકળશે. વિક્રમ લેન્ડર આગામી 31 કલાક ચંદ્રના104 કિલોમીટરના ઇપોજી અને 128 કિલોમીટર પેરિજીમાં ચક્કર લગાવશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરની સાંજે 4 વાગ્યાની આસપાસ તેમની કક્ષા ફરીથી બદલવામાં આવશે. ત્યારે તે 36 કિ.મી. એપોગી અને 110 કિ.મી. પેરિજીમાં ચંદ્રનું પરિભ્રમણ કરવાનું શરૂ કરશે. 4 સપ્ટેમ્બરનાં રોજ, વિક્રમ લેન્ડર ચંદ્રની નજીક હશે. 4 સપ્ટેમ્બરના રોજ, બીજી વખત ચંદ્રની ભ્રમણકક્ષા બદલ્યા પછી એટલે કે, ચંદ્રની નજીકની કક્ષામાં પહોંચ્યા પછી, 6 સપ્ટેમ્બર સુધી વિક્રમ લેન્ડરનાં તમામ સેન્સર્સ અને પેલોડ્સની તપાસો કરવામાં આવશે. પ્રજ્ઞાન રોવરની પણ તપાસ કરવામાં આવશે.
6 અને 7 સપ્ટેમ્બરની મધ્યમ રાતે 1:30 થી 1.40 વાગ્યે વિક્રમ લેન્ડર 35 કિ.મી.ની ઉંચાઇથી ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. ત્યારે તેની ગતિ 200 મીટર પ્રતિ સેકંડ હશે. આ ઇસરોનાં વૈજ્ઞાનિકો માટે ખૂબ જ પડકારજનક કાર્ય હશે. રાત્રે 1:55 વાગ્યે વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર હાજર બે ક્રેટર મેજિનસ-સી અને સિમ્પેલિયસ-એન ની રહેલા મેદાનમાં ઉતરશે. આશરે 6 કિ.મી.ની ઉંચાઇથી લેન્ડર, 2 મીટર પ્રતિ સેકંડની ઝડપે ચંદ્ર સપાટી પર ઉતરશે. આ 15 મિનિટ ખૂબ તણાવપૂર્ણ રહેશે.
સવારે 3:55 વાગ્યે લેન્ડિંગના લગભગ 2 કલાક પછી વિક્રમ લેન્ડરનો રેમ્પ ખુલશે. તેના માધ્યમથી 6 પૈડાંવાળા પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. સવારે 5:05 વાગ્યે પ્રજ્ઞાન રોવરનું સોલર પેનલ ખુલશે. આ સોલર પેનલ દ્વારા તે ઉર્જા મેળવશે. સવારે 5.10 વાગ્યે – પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કરશે. તે ચંદ્ર સપાટી પર 1 સેંટી મીટર પ્રતિ સેકંડની ઝડપે 14 દિવસ પ્રવાસ કરશે. આ સમય દરમિયાન, તે 500 મીટરનું અંતર કાપશે.