15 ઓગસ્ટ આઝાદી દિવસથી રેલ્વેનુ નવુ ટાઇમ ટેબલ અમલી બનશે. જેમાં ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર રેલ્વેએ 201 ટ્રેનોનો સમય બદલ્યો છે,જે 5 મિનિટથી 2.30 કલાક સુધીનો છે. ઉત્તર રેલ્વે અનુસાર 57 ટ્રેનોને તેના સમય પહેલા રવાના કરવામાં આવશે.જ્યારે 102 ટ્રેનો સમયથી પહેલા સ્ટેશન પહોંચશે. 58 ટ્રેન સમય પછી એટલે કે મોડેથી રવાના થશે. 84 ટ્રેન હાલના સમયની તુલનાએ મોડેથી પહોંચશે. નવા ટાઇમ ટેબલની જાણકારી 139 અને વેબસાઇટ પર છે. ભારતીય રેલ્વે અનુસાર મોટાભાગની ટ્રેનોના સમયમાં 5 થી 15 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. આનંદ વિહારથી લખનૌ વચ્ચે પ્રસ્તાવિત લક્ઝરી ટ્રેન તેજસના ટર્મિનલમાં પણ ફેરફાર કરાયો છે. તે હવે નવી દિલ્હી સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન કાનપુર થઇને જશે. રોજિંદા મુસાફરો સુધી ટ્રેનોના નવા સમયની માહિતી હજુ પહોંચી નથી. દિલ્હી-એનસીઆરના અનેક રૂટો પર નવુ ટાઇમ ટેબલ સોમવાર સાંજ સુધી પહોંચ્યુ જ નથી. મંગળવાર બપોર બાદ સુધી જ સ્ટેશનોના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યુ હતુ. 15 ઓગસ્ટના રોજ આઝાદી દિવસની રજા છે. જેના કારણે રોજિંદા મુસાફરોને નવા ટાઇમ ટેબલની માહિતી સમયસર મળવી મુશ્કેલ થશે. ઉત્તર રેલ્વે અનુસાર 64080 નવી દિલ્હી ઇએમયૂ હવે સાંજે 5:05 કલાકના બદલે 5 કલાકે ઉપડશે. 64567 બુલંદ શહેર-તિલકબ્રિજ વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેન સવારે 5:45 કલાકના બદલે 5:40 કલાક પર ઉપડશે. 54055 મુરાદાબાદ-દિલ્હી જંક્સન ઇએમયૂ સાંજે 4:15 કલાકના બદલે 4 કલાકે ઉપડશે. 64080 નવી દિલ્હી-પલવલ ઇએમયૂ સાંજે 6:30 કલાકના બદલે 6:25 કલાકે ઉપડશે. રેલ્વેએ કહ્યુ છે કે આ સામાન્ય જનતાની જાણકારી માટે અધિસૂચિત કરવામાં આવે છે કે ઉત્તર રેલ્વેનુ નવુ ટાઇમ ટેબલ 15 ઓગસ્તથી અમલમાં આવશે. નિવેદનમાં યાત્રીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે યાત્રા કરતા પહેલા નવા ટાઇમ ટેબલની તપાસ કરી લે. નવા ટાઇમ ટેબલથી જે ટ્રેનો પ્રભાવિત થશે તેમાં અમ્રુતસર અને શતાબ્દી એક્સપ્રેસ,લખનૌ મેલ,તેજસ એક્સપ્રેસ,હમસફર એક્સપ્રેસ અને અંત્યોદય એક્સપ્રેસ મુખ્ય છે. આ ટ્રેનો 5 મિનિટ વહેલી રવાના થશે. જ્યારે જે ટ્રેનો મોડેથી પહોંચશે તેમાં નિલાંટલ એક્સપ્રેસ, દેહરાદૂન -અમ્રુતસર એક્સપ્રેસ અને જનશતાબ્દી એક્સપ્રેસ મુખ્ય છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.