FSSAIએ પેકેજ્ડ પીવાના પાણીને ‘હાઈ રિસ્ક’ કેટેગરીમાં મૂક્યું, નિરીક્ષણના નવા માપદંડ કર્યા લાગુ
FSSAIફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સત્તાવાર રીતે પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર્સને “હાઈ રિસ્ક ફૂડ કેટેગરી” તરીકે વર્ગીકૃત કર્યા છે અને આ ઉત્પાદનો હવે ફરજિયાત જોખમ-આધારિત નિરીક્ષણ અને તૃતીય પક્ષ ઓડિટને આધિન રહેશે.
FSSAIપેકેજ્ડ વોટર ઈન્ડસ્ટ્રી માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) તરફથી પ્રમાણપત્રની જરૂરિયાતને દૂર કરવાના ઓક્ટોબરમાં સરકારના પગલાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
29 નવેમ્બરના રોજના આદેશમાં, FSSAIએ જણાવ્યું હતું કે અમુક ઉત્પાદનો માટે BIS પ્રમાણપત્રની જરૂરિયાતને દૂર કરવાને ધ્યાનમાં રાખીને, તેણે પેકેજ્ડ પીવાના પાણી અને મિનરલ વોટરને |હાઈ રિસ્ક ફૂડ કેટેગરી” હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો છે. પરિણામે, આ ઉત્પાદનોના ઉત્પાદકોએ વાર્ષિક જોખમ-આધારિત નિરીક્ષણોમાંથી પસાર થવું આવશ્યક છે.
વધુમાં, લાઇસન્સ અથવા રજFસ્ટ્રેશન જારી કરતા પહેલા તપાસ પણ કરવામાં આવશે. નવી ગાઈડલાઈન મુજબ FSSAI એ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદકો અથવા પ્રોસેસર્સ કે જેને હવે BIS પ્રમાણપત્રની જરૂર નથી તેમને પણ લાઇસન્સ અથવા નોંધણી મેળવતા પહેલા નિરીક્ષણમાંથી પસાર થવું પડશે.
વધુમાં, પેકેજ્ડ વોટર સહિત ઉચ્ચ જોખમની શ્રેણીઓ હેઠળના તમામ કેન્દ્રીય લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકોએ FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત થર્ડ-પાર્ટી ફૂડ સેફ્ટી એજન્સી દ્વારા તેમની કામગીરીનું વાર્ષિક ઓડિટ કરાવવાનું રહેશે.
પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઇન્ડસ્ટ્રીએ પાલનની જરૂરિયાતોમાં ઘટાડો કરવાની માગણી કરી, ખાસ કરીને BIS અને FSSAI બંને પાસેથી દ્વિ પ્રમાણપત્રની જવાબદારીઓને દૂર કર્યા પછી આ પગલું આવ્યું છે.