તંબુ ખૂબ કામના હોય છે પછી એ નેતાના ભાષણમાં હોય કે પછી આંગળામાં કોઈ કાર્યક્રમ. તેના વગર કોઈ કાર્યક્રમ પૂર્ણ ન થઈ શકે. હવે તંબૂ છે તો તે વાંસ વગર ઉભો તો ન રહી શકે. તંબૂને સલામત રાખવો હોય તે વાંસને પણ મજબૂત બનાવવો પડે. જે ઘટનાની વાત અમે કરી રહ્યા છીએ તે પણ વાંશને લઈને જ છે.
હમણા સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં લોકોને એવુ દર્શાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે તંબૂની પાછળ ઉભા રહેવું તમને કેટલું ભારે પડી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ તંબૂના વાંસને પકડીને આરામથી ઉભો છે પરંતુ આ વચ્ચે વાંસનો સંપર્ક હવા સાથે થાય છે અને પાસે ઉભેલો વ્યક્તિ અચાનકથી ઉડવા લાગે છે. હવે આમ અચાનકથી પોતાને ઉડતા જોઈને વ્યક્તિ ડરી જાય છે. તે ગભરાઈને વાંસ છોડી દે છે અને જમીન પર આવી જાય છે. આ વીડિયો ક્યાનો છે તેની જાણકારી હજુ સુધી મળી નથી.