ભારતીય અવકાશ એજન્સી ISRO એ શુક્રવારે (13 મે) સવારે માનવ રેટેડ સોલિડ રોકેટ બૂસ્ટર (HS200)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ રોકેટને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 7:20 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ રોકેટ ગગનયાન કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ISROના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, HS200 રોકેટ બૂસ્ટર એ GLSV Mk3 સેટેલાઇટ લૉન્ચ વ્હીકલના S200 રોકેટ બૂસ્ટરનું માનવ-રેટેડ સંસ્કરણ છે. આ પરીક્ષણ લોન્ચ વ્હીકલના પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવ્યું હતું, જે ગગનયાન કાર્યક્રમમાં એક સીમાચિહ્નરૂપ છે.
ISRO successfully completed the static test of a human-rated solid rocket booster (HS200) for the Gaganyaan Programme at Satish Dhawan Space Centre (SDSC), Sriharikota, Andhra Pradesh today at 7:20am: ISRO
(Source: ISRO) pic.twitter.com/ctY8RCPQmv
— ANI (@ANI) May 13, 2022