- આ મંદિરમાં ગજરાજ નહીં પણ મનુષ્યના રૂપમાં ગણેશજી બિરાજ્યા છે
- પિતૃશાંતિની પૂજા નદીના કાંઠે થાય છે, પરંતુ આ અનુષ્ઠાન મંદિરની અંદર જ થાય છે
શ્રેષ્ઠા તિવારી, કુટનૂર. આવતી કાલે એટલે કે શનિવારથી શ્રાદ્ધપક્ષ શરૂ થવાનો છે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોના માનમાં પૂજા-વિધી સાથે તર્પણ કરવામાં આવે છે. પિતૃના શ્રાદ્ધ માટે દક્ષિણ ભારતમાં તમિલનાડુનું તિલતર્પણ પુરી સૌથી મહત્વનાં સ્થાનો પૈકીનું એક છે. ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે અહીં જ પૂજા કરી હતી. અન્ય એક ખાસ વાત એ છે કે અહીં દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશનો ચહેરો ગજરાજ જેવો નહીં પણ મનુષ્ય જેવો છે. આ મંદિરને આદિ વિનાયક મંદિર કહેવામાં આવે છે.
મંદિરના પૂજારી શ્રી સ્વામીનાથા શિવાચાર્યએ કહ્યું કે પૌરાણિક કથા છે કે જ્યારે ભગવાન રામ પોતાના પિતા દશરથના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે બનાવેલા ચાર પિંડ (ચોખાના લાડુ) સતત જીવાતના રૂપમાં બદલાઇ રહ્યા હતા. એવું વારંવાર થયું તો રામે ભગવાન શિવને પ્રાર્થના કરી. ભોલેનાથે તેમને આદિ વિનાયક મંદિર પર આવી પૂજા કરવા માટે કહ્યું. ત્યાર પછી રામ અહીં આવ્યા અને પિતાના આત્માની શાંતિ માટે ભોલેનાથની પૂજા કરી. ચોખાના એ તાર પિંડ ચાર શિવલિંગમાં તબદીલ થઇ ગયા.
વર્તમાનમાં આ ચાર શિવલિંગ આદિ વિનાયક મંદિરની પાસે ‘મુક્તેશ્વર મંદિરમાં હાજર છે. ભગવાન રામ દ્વ્રારા શરૂ કરાયેલી આ પ્રથા આજે પણ અહીં જારી છે. સામાન્ય રીતે પિતૃશાંતિની પૂજા નદીના કાંઠે કરવામાં આવે છે. પરંતુ અહીં મંદિરની અંદર આ અનુષ્ઠાન થાય છે. મંદિરમાં પિતૃદોષ સહિત આત્મપૂજા, અન્નદાન વગેરે કરવામાં આવે છે. અમાવસના દિવસે દીન પિંડ દાનનું વિશેષ મહત્વ છે. આ વિશેષતાને કારણે આ મંદિરને ‘તલ’ અને ‘તર્પણપુરી’ (પિંડદાન) તિલતર્પણ
પુરી કહેવાય છે. અહીં પિતૃદોષની શાંતિ માટે પૂજા વિશેષ રૂપે કરાય છે. મંદિર પરિસરમાં નંદીવનમ એટલે ગૌશાળા અને ભગવાન શિવના ચરણની પ્રતિમા પણ છે.
પિતૃપૂજા માટે કાશી અને રામેશ્વરમનીસમાન માનવામાં આવે છે
મંદિરના સંરક્ષક લક્ષ્મણ ચેટ્ટિયારે કહ્યું કે અહીં હજારો શ્રદ્ધાળુઓ ગણેશ, સરસ્વતી અને શિવ મંદિર આવે છે. નરમુખ ગણેશ મંદિર 7મી સદીનું કહેવાય છે. માન્યતા છે કે માતા પાર્વતીએ પોતાના શરીરના મેલથી ગણેશને બનાવ્યા હતા. તે એમનું પ્રથમ સ્વરૂપ છે. પિતૃ-પૂજામાટે તેને કાશી-રામેશ્વરમની સમાન ગણવામાં આવે છે.