ક્રિકેટર ગૌતમ ગંભીર વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયો છે. તેણે અરૂણ જેટલી અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધા બાદ હવે ગૌતમ ગંભીરે પોતાના કરિયરની બીજી ઈનિંગ સ્ટાર્ટ કરી છે. જેમાં તેણે ભાજપનો ખેસ પહેર્યો છે.
લોકસભા ચૂંટણી ટાણે ભાજપે મોટો દાવ રમ્યો છે કારણ કે ગૌતમ ગંભીર ક્રિકેટના કારણે અત્તિ લોકપ્રિય નામ છે. લોકસભા ચૂંટણીનો સમય છે ત્યારે ભાજપ દિલ્હીથી ગૌતમને મેદાનમાં ઉતારી શકે છે. જેનું કારણ એ છે કે ગંભીર દિલ્હીનો છે. ઉપરથી યુવાઓમાં પણ તે મોટું નામ ધરાવે છે. જેથી યુવા મતદારોને પણ ખેંચવામાં ગૌતમ ગંભીર ભાજપ માટે ફાયદાકારક નિવડશે.