ઇટલી અને સ્પેન પછી અમેરિકામાં જે રીતે કોરાના સંક્રમણના દર્દીઓમાં વધારો થયો તેનાથી ભારતની ચિંતામાં વધારો થયો છે. સામાન્ય લોકો ઇટલી અને સ્પેન જેવા દેશોની આંતરિક વ્યવસ્થા અને આરોગ્ય સુવિધાઓ અંગે ખાસ જાણતા નથી પરંતુ અમેરિકા તો મહાસતા દેશ છે. આ દેશમાં હાઇજીન અને હેલ્થ બાબતે નાગરિકો ઘણા જાગૃત છે જો તેઓ પણ કોરોના સંક્રમણ રોકી શકતા ન હોય અને 1 લાખ ભારતમાં અમેરિકાની 33 કરોડ વસ્તી સામે ભારતની 1.33 અબજ પ્રચંડ વસ્તી છે. લોકો ભેગા રહેવા ટેવાયેલા છે અને ગીચતા પણ વધારે છે આથી કોરોના સંક્રમણ થવાની દહેશત વધારે રહે છે. જો કે લાખ અંધકારની વચ્ચે ટમટમતા તારલા જેવી આશા પધ્મ ભૂષણ નાગરીક સન્માન વિજેતા ડોકટર નાગેશ્વર રેડ્ડી એ કોરોના વાયરસ બાબતે સકારાત્મક વાત કરી છે. રેડ્ડીનું માનવું છે કે વાયરસ ચામાચીડિયામાંથી માણસોમાં ફેલાયો એવું માનવામાં આવે છે પરંતુ તે વિશ્વાસપૂર્વક કહી શકાય નહી. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વાયરસ ઇટલી, અમેરિકા અને ભારતમાં ફેલાયો તો તેના જીનો ટાઇપ બદલાઇ ગયા છે. રેડ્ડીનું કહેવું છે કે લોક ડાઉનના 3 થી 4 સપ્તાહમાં જ કોરોના સામેની લડાઇ ભારત સરળતાથી જીતી શકે છે. એનું કારણ કોરોનાની ઉત્પતિ અ તેના ફેલાવાની પેટર્ન મહત્વની છે. એ તો નિર્વાદિત વાત છે કે કોરોના વાયરસની ઉત્પતિ ચીનના વુહાનમાંથી થઇ હતી. અહીંયાથી જે તે ઇટલી,જર્મની સહિત સમગ્ર યુરોપમાં ફેલાયો હતો.આ વાયરસની સીકવેન્સિંગ 4 દેશોમાં જોવા મળી છે જેમાં અમેરિકા, ઇટલી ચીન અને પછી ભારતનો સમાવેશ થાય છે.
હવે એવું પણ જાણવા મળે છે કે કોરોના વાયરસના ઇટલીની સરખામણીમાં ભારતમાં જીનોમ અલગ જોવા મળે છે. આ લક્ષણ ખૂબજ મહત્વનું છે કારણ કે ભારતીય વાયરસના જીનોમના સ્પાઇક પ્રોટીનમાં સિંગલ મ્યૂટેશન થાય છે. સ્પાઇક પ્રોટીન માનવ કોશિકાઓ સાથે જોડાય છે. ઇટલીમાં પણ વાયરસમાં 3 મ્યૂટેશન જોવા મળ્યા જે એ લોકો માટે ઘાતક સાબીત થયા છે. ઇટલીમાં વાયરસ ઘાતક થવાનું કારણ રોગીઓની 70થી 80 જેટલી મોટી ઉંમર જવાબદાર છે આ ઉપરાંત શરાબ, ડાયાબિટિઝ અને બ્લડ પ્રેશર જેવા ઘણા કારણો પણ જવાબદાર હોય છે આથી મુત્યુદર 10 ટકા જેટલો રહયો છે જયારે ભારત અમેરિકા અને ચીનમાં મુત્યુદર 2 ટકા જેટલો રહયો છે. વાયરસના જીનોમના આધારે મૃત્યુદર અને સંક્રમણમાં તફાવત જોવા મળે છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 1 હજારને વટાવી ચૂકયો છે પરંતુ મુત્યુદર અન્ય દેશોની સરખામણીમાં 29 જે સામાન્ય રહયો છે.