જો તમે 18 વર્ષથી વધુ વયના છો અને માત્ર 8 પાસ છો તો Post Office એક સોનેરી તક તમને આપી રહ્યું છે. પોસ્ટ ઓફિસ સાથે જોડાઈને માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને સારામાં સારી કમાણી કરી શકાય છે. વાસ્તવમાં પોસ્ટ ઓફિસ પોતાની ફ્રેન્ચાઇઝી આપી રહી છે. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી માટે આવેદકે માત્ર 500 રૂપિયા જમા કરાવવા પડે છે અને બાદમાં તમે સારામાં સારી કમાણી કરી શકો છો, પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી લેવા માટેના નિયમો પણ એકદમ સરળ છે તેના માટે ઓનલાઇન પણ ચેક કરી શકાય છે.તમને જણાવી દઈએ કે Post Office આજે પણ સમગ્ર દેશમાં પહોંચી શકી નથી. એવામાં પોસ્ટ ઓફિસ પોતાની ફ્રેન્ચાઇઝી આપી પોતાનું નેટવર્ક વધારવા માંગે છે. જો તમે ઓછું રોકાણ કરીને મોટી આવક મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈને કરી શકાય છે, હાલ ગ્રામીણ ક્ષેત્રમાં 89 % સહીત સમગ્ર દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ આવેલ છે. પરંતુ, વધતી વસતિં વચ્ચે પોસ્ટ ઓફિસની માંગ સતત વધી રહી છે. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લેવા માટે સૌથી પહેલા 5000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડે છે. ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ પોસ્ટ ઓફિસની સમગ્રના વેચાણ પર કમિશન મળે છે. આ કમિશન વેચાણ મુજબ હજારો રૂપિયા દર મહિનેના હિસાબે હોઈ શકે છે. https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી ભરવાનું રહે છે. ત્યારબાદ પોસ્ટ વિભાગમાં જમા કરાવવાનું હોય છે., જો અરજદાર આ યોજનામાં લાયક ઠરે છે તો પોસ્ટ વિભાગ અને અરજદાર વચ્ચે એક એમઓયુ પર સહમતી થાય છે ત્યારબાદ ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લેનારે ગ્રાહકોને પોસ્ટ ઓફિસ તરફથી મળનાર સુવિધાઓ જેવી કે સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ, આર્ટિકલ્સ, એમની ઓર્ડરની બુકિંગની સુવિધા વગેરે પુરી પાડવાની હોય છે. આ સુવિધાઓ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ ખોલીને અથવા પોસ્ટલ એજન્ટ બનીને ઘરેઘરે પહોંચાડી શકાય છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.