ઘણી વખત રસો઼માં કે ડ્રૉવરમાં તમને વંદા જોવા મળે છે જે કેટલીક વખત આ વંદા વાસણ પર કે કેટલીક વસ્તુ પર ફરતા હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણાને સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે. જોકે, વંદા ભેજ અને અંધારામાં વધારે જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે તમે તમે કેટલીક દવાઓ નાંખો છો પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
રસોડામાં રહેલા વંદાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સૌથી અસરકારક ઉપાયમાંથી એક તમાલ પત્ર છે. રસોડમાં અલગ -અલગ ખૂણામાં તમાલપત્રાના પાન મશળીને મૂકી દો. જેની સુગંધથી વંદા ભાગી જાય છે. ધ્યાન રાખો કે સમય પ્રમાણે આ પાનને બદલતા રહો.
લવિંગનો ઉપયોગ
રસોડામાં લવિંગ મૂકી રાખવાથી વંદાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ધ્યાન રહે કે લવિંગની ગંધ ખૂબ વધારે હોય છે જૂની કે ઘણા સમયથી પડેલા લવિંગનો ઉપયોગ ન કરો કારણકે તેની ગંધ ઓછી થઇ જાય છે. સમય પર લવિંગને પણ બદલતા રહો.
લીમડાનો ઉપયોગ
લીમડો સ્વાસ્થ્યથી લઇને ત્વચા માટે ફાયદાકારક માનાવમાં આવે છે. ત્યારે લીમડો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે.વંદાથી છૂટકારો મેળવવા ાટે તમે લીમડાનો પાવડર કે તેના તેલનો ઉપયોગ કરી શકો છો. રસોડમાં અંધારા વાળી જગ્યા પર સૂતા પહેલા તમે લીમડાના તેલ કે પાવડર ઉમેરી શકો છો.