અનામત મુદ્દે સોશિયલ મીડિયામાં એક વ્યક્તિને જવાબ આપીને ટ્રોલ થઇ ગયા છે તેમણે અનામત અંગે કરેલી એક કોમેન્ટ પર એક વ્યક્તિએ શેર કરવાની સાથે કોમેન્ટ કરી હતી જે પોસ્ટ લોકોમાં ચર્ચાનો વિષય છે. ભાજપના આદિવાસી મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ ફેસબુક વડોદરા જિલ્લાના તેમના મતવિસ્તાર ડભોઇ માટે કોરોના વાયરસની મહામારી દરમિયાન ઉકાળા વિતરણ તેમજ અન્ય કાર્યક્રમનો વીડિયો શેર કર્યો હતો.
એક વ્યક્તિએ અનામત અંગે કેટલાક સવાલ કર્યા હતા. અને તેણે લખ્યું કે, અનામત ખતમ કરવાની દિશામાં સરકાર, કોર્ટ દ્વારા અનેક નિર્ણયો આપવામાં આવી રહ્યા છે તે અંગે આદિવાસી નેતાઓ શા માટે તેનો વિરોધ નથી કરતા ? જો વિરોધ કર્યો હોય તો તેનું પરિણામ શું આવ્યું તે જણાવવા કષ્ટ કરશો. આ પ્રશ્ન પર ઉશ્કેરાયેલા સાંસદ ગીતાનેબ રાઠવાએ જવાબ આપતા લખ્યું હતું કે, ‘તુ તારા ગામમાં પહેલા કોઇ સેવા કાર્ય કર પછી બીજા લોકોને આંગળી કર’. જ્યારે એક પોસ્ટના જવાબમાં તો ગીતાબેને ઉશ્કેરાઈને મતદાતાને ‘તું મત ન આપતો’ એમ જણાવી દીધુ હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થવા લાગ્યા હતા.