મહિલાઓની સુરક્ષા મામલે એક રીપોર્ટ મુજબ ભારતમાં મહિલાઓ માટે સૌથી વધારે સુરક્ષિત સ્થાન ગોવા છે, ગોવા બાદ કેરળ, મિઝોરમ, સિક્કિમ અને મણિપુર છે. મહિલાઓ માટે સૌથી વધારે અસુરક્ષિત રાજ્યોમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. દેશની રાજધાની દિલ્હીનો રેકોર્ડ પણ મહિલા સુરક્ષા બાબતે ખૂબ સારો નથી અને તેથી જ તે પણ લિસ્ટમાં નીચે છે.
આ પહેલા જેંડર વનલર્બિલટી ઈંડેક્સ (GVI) દ્વારા ચાર માપદંડો- શિક્ષા, સ્વાસ્થ્ય, ગરીબાઈ અને હિંસા વિરુદ્ધ સુરક્ષા પર મહિલાઓને પડતી મુસીબતોને સમજવા કે તેનો સામનો કરવા માટે જરુરી નીતિઓ બનાવવામાં મદદ મળે છે. પ્લાન ઈંડિયા દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટને બુધવારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રજૂ કરાઈ હતી. ઈંડેક્સમાં જ્યાં રાષ્ટ્રીય એવરેજ 0.5314 રહી ત્યાં જ ગોવા 0.656ની એવરેજ સાથે સૌથી ઉપર રહ્યું.
ઈંડેક્સમાં 0થી 1 વચ્ચે અંકો અપાયા હતા. અંક 1ની નજીકવાળા રાજ્યોનું પ્રદર્શન સારું મનાશે. ગોવા સુરક્ષા બાબતે સૌથી વધુ સુરક્ષિત રહ્યું, શિક્ષણમાં પાંચમા, સ્વાસ્થ્યમાં પાંચમા અને ગરીબાઈમાં 8માં ક્રમાંકે રહ્યું. કેરળના અંક 0.634 રહ્યા. આ અંકોમાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થાનું યોગદાન છે.
આ લિસ્ટમાં સૌથી નીચે બિહાર રહ્યું. જેનું GVI 0.410 રહ્યું. આ રાજ્યમાં મહિલાઓ અને છોકરીઓ માટે સુરક્ષા વ્યવસ્થા પૂરતી નહીં હોવાનું જણાવાયું છે. સ્વાસ્થ્ય અને ગરીબાઈના માપદંડોમાં પણ તે સૌથી પાછળ રહ્યું. શિક્ષણના ક્ષેત્રમાં તે સૌથી નીચેના રાજ્યોમાં સામેલ છે. રાજ્યમાં 39 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં જ થઈ જાય છે. સર્વે દરમિયાન 15-19 વર્ષના આયુવર્ગની 12.2 ટકા મહિલાઓ કાં તો માતા બની ચૂકી હતી કાં તો ગર્ભવતી હતી.
દિલ્હી આ લિસ્ટમાં 30 રાજ્યોમાંથી 28મા ક્રમાંકે રહ્યું હતું. મહિલા સુરક્ષા અને શિક્ષણમાં તેનું સ્થાન પણ ઘણું ખરાબ છે. ઝારખંડ 27માં નંબર પર રહ્યું જ્યારે UP 29માં ક્રમાંકે રહ્યું. સ્ટડી ડેટાસેટ 170 સંકેતો પર આધારિત છે જેમાં 2011નું સેન્સસ સામેલ છે. ભારતમાં લગભગ 29 ટકા બાળકોની ઉંમર 0-5 વર્ષ વચ્ચે છે. તેમ છતા ચાઈલ્ડ સેક્સ રેશિયો (0-6 વર્ષ) 919 છે.
અત્યારે તો ભારતમાં મહિલાઓ માટે સૌથી વધારે સુરક્ષિત સ્થાન ગોવા છે. આ સર્વે મુજબ ત્યાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષીત છે.