INDIA:પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી 3.09 કરોડ રૂપિયાની કિંમતના સોનાના ઇંગોટ્સ અને બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. BSFના જવાનોએ અંગ્રેલ સરહદના હલદરપારા ખાતેથી બે સોનાના ઇંગોટ્સ અને 30 બિસ્કિટ જપ્ત કર્યા હતા, જેનું વજન 4.82 કિગ્રા હોવાનું કહેવાય છે.
ફરજ પરના BSFના જવાનોએ ઈચ્છામતી નદી પર ત્રણ લોકોને જોયા, જેઓ બાંગ્લાદેશ સરહદેથી ભારત તરફ આવી રહ્યા હતા. બીએસએફના જવાનોએ ત્રણેયનો પીછો કર્યો હતો. તેમાંથી બે ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ એક પકડાઈ ગયો હતો. આ ઘટના રવિવારે બપોરે 3 વાગ્યે બની હતી.
આરોપીની ઓળખ પ્રોસેનજીત મંડલ તરીકે થઈ છે. તેણે કહ્યું કે તેને નદી પાર કરીને ભારત લાવવા માટે 500 રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે તે બાંગ્લાદેશ તરફ ગયો ત્યારે ત્યાં એક વ્યક્તિ તેની રાહ જોઈ રહ્યો હતો. આરોપીએ તેની પાસેથી સોનીના બાર અને બિસ્કિટ લીધા અને ભારત તરફ પાછા આવવા લાગ્યા. દરમિયાન બીએસએફના જવાનોએ તેને પકડી લીધો હતો.